વસ્રને વણી વણીને માપણી કર્યા કરે.
શ્વાસ પણ ફરી ફરી આ માંગણી કર્યા કરે
પાથરીને તેજ સૂર્ય પણ સવાર સાંજ અહિ,
ચોતરફ નવાં સપનની વાવણી કર્યા કરે.
અંધકાર શું હશે અને પ્રકાશ શું હશે?
હે ખુદા! જણાવ જીવ આ માંગણી કર્યા કરે.
દર્દને વલૂરવાનું બંધ તો કરી દઉં,
પણ ખણી ખણીને આંખ આંજણી કર્યા કરે.
જીંદગી કશું ઉધાર રાખતી નથી 'અદિશ'
ભાગ્યનું તને પરત ગણી ગણી કર્યા કરે.
અદિશ
No comments:
Post a Comment