Tuesday, 29 August 2017

ગઝલ

તારી ભીતર હું પણ છવાયો છું,
ગૂઢમાં   ગૂઢ  ઓળખાયો   છું.

છેક શિખર લગી પહોંચ્યો ને,
કૈં વખત હું ય ડગમગાયો છું.

હું જ ફેલાઉ છું હવા થઈને,
તો ધુમાડામાં ધૂન્ધવાયો છું. 

મારી ભીતર હું શિલ્પ રચવામાં,
टांकणे  -  टांकणे  ટિપાયો  છું.

શેરમાં  યા  રદ્દીફ - કાફિયે
શબ્દ-શબ્દે સતત લખાયો છું

              ભરત ભટ્ટ

No comments:

Post a Comment