Tuesday, 29 August 2017

ગીત

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

તમને મળવા

તમને મળવા શ્વાસે શ્વાસે ઓળઘોળ થઈ
અર્પણ કરવા, તમને મળવા.

રસ્તા ડુંગર સહરા જેવી કાળી ઘેરી રાત લંબાતી,
ઘેઘૂરા લવકારા, ભીતરવી ડફલી મન ભરી ઘેરાતી.
કાંટા વળગ્યા ઊંડા ઊંડા ચારેબાજુ ધરવા.
તમને મળવા......

ઊંઘ આવીને મૂંઝારો થઈ ડરાવે ચારેબાજુ ફરવું
અથડાતા આંગમમાં ક્યા ડૂબવુું ક્યાં તરવું ?
વેતરતા છેતરતા રસ્તા પાસે આવી વૃક્ષે ખરવા ?
તમને મળવા......

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

No comments:

Post a Comment