==> ગઝલ <==
ખાજ આવે તો તરત નખથી ખણી લો
ટેરવાં લોહી ઝરે તો અવગણી લો.
હો કવિતાનું સુરાતન ને નશો હો,
શબ્દ જ્યારે જ્યાં નજર આવે , ભણી લો.
તું પુછે તો જિંદગી મારી કથા છે,
બાકી સૌને તો કહું, પાના ગણી લો.
હું મથીને આંગણું ફળદ્રુપ લાવ્યો,
પંખીડાંઓ, મન પડે આવો, ચણી લો.
કામ ખંજરનું નથી, તલવારનુંય નહીં,
હું કવિ છું, મારવાને ટાંકણી લો.
કામ બુદ્ધિનું નથી આ મામલામાં,
લાગણી સામે બરાબર લાગણી લો.
શહેરમાં જો એકલું લાગે છે તમને,
ગામની માફક પડોશી પણ ગણી લો.
== મંથન ડીસાકર (સુરત)
No comments:
Post a Comment