નશામાં લે, ગુલફામ જેવું કશું છે,
સુરાલય માં આરામ જેવું કશું છે.
બનાવટ કરી લે ,તું કાનો બનીને,
હદયમાં હજી રામ જેવું કશું છે..
મળે લાગણીઓ અહીં વેચવા તો,
પ્રણયમાં ય બદનામ જેવું કશું છે..
સિકંદર બની જા, તું શબ્દો છળીને,
ગઝલ માં જો તો, નામ જેવું કશું છે...
બધા કસ લગાવે, પ્રણયની ચલમનો,
નિભાવી લે તો જામ જેવું કશું છે...
રૂપાલી ચોકસી "યશવી"
No comments:
Post a Comment