'ગઝલ'
એવાં પાછાં અહીં તો ઘણાં હોય છે,
જેમનાં માટે જીવન સજા હોય છે !
મારી એવી તો કેવી ખતા હોય છે ?
એ તો મારાથી કાયમ ખફા હોય છે !
આમ ચહેરા ઉપરથી ખબર ના પડે,
સૌને કોઈ ને કોઈ વ્યથા હોય છે !
જે હશે ,.એ જ કહેશે એ કાયમ અહીં !
દોસ્ત, આ આયના ના જુઠા હોય છે !
ના એ આકાશથી તો રિસાશે કદી !
ક્ષિતિજે મળતી કાયમ ધરા હોય છે !
આ ગઝલ એથી ગમવાની તમને સદા,
શેરિયત ને સરસ કાફિયા હોય છે !
- હેમંત મદ્રાસી
No comments:
Post a Comment