Saturday, 26 August 2017

ગઝલ

નજર ને ગમેલી કળી સાંપડી છે,
હ્રદયમાં વસેલી પરી સાંપડી  છે.

જગત ની રસમ ને વિસારી વટાવી,
પ્રણય ને વરેલી લડી સાંપડી છે.

ચમનના નજારે નજાકત ધરેલી,
ભલી પાંગરેલી ધરી સાંપડી છે.

ઉમર ભર રહી સાથ નાતો નભાવે,
મને એક પ્યારી સખી સાંપડી છે.

સદીની થપાટો સહેલી નિરંતર,
ઉમંગો ભરેલી જમી સાંપડી છે.

જગી ચાહતો એ ભરી આરજુએ,
નવી આજ માસૂમ ઘડી
સાંપડી છે.

             માસૂમ મોડાસવી

No comments:

Post a Comment