Saturday, 26 August 2017

ગઝલ

વરસા  વાટે   ખેડૂતો   જાગે,
આવી  જાને તું  કાળી  રાતે.

વરસી જાશે  તું ખાંગો થઈને,
તો પણ તું સૌને વ્હાલો લાગે.

મલ્હાર  ગવાયો  કોયલ   કંઠે,
વરસી  ગ્યો સાવન તેનાં રાગે.

ઘરમાં   બેસીને  ચાંદો  આજે,
રાતે  વરસાદી  મોસમ   માણે.

ગાજ્યો મેહૂલો વરસ્યો આજે,
થૈ  થૈ  કરતો  આ મનખો નાચે.

ટપ..ટપ..ટપ..ટીપા પડતાં જાણે,
ધરતીનાં   પગમાં  ઝાંઝર   વાગે.

કરશું   કિંમત   પાણીની  તો આ,
લીલી     ધરતીમાં    સોનું   પાકે.

*કાજલ કાંજિયા 'ફિઝા'*

No comments:

Post a Comment