Sunday, 27 August 2017

ગીત

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

મન ચક્કરિયા લેતું

મન ચક્કરિયા લેતું પછી ધબકારે
શરણાઈને ઢોલ જાંગી ધરતું

હીંચકેથી આવજા ફાગણિયા
રાગી ફૂલડાંઓ ખીલે,
ઝરણાના નાદ સંગ વલ્લરીઓ
ગાલ લગ ફેલાવો ઝીલે.
ઝૂલીને દોડી જાય ખેતરેથી
આકાશ થઈ તરતું.
મન ચકકરિયા લેતું પછી.....

યાદોના સળવળતા સપનાંઓ
ફાટ ફાટ લંબાતા જાય,
નદિયુંનાં નીર કર લંબાવતા
અગોચરું આંખે મલકાય.
તરુવરનાં મૂળ-થડ-ડાળ-પાન
સુધી હેમખેમ ફરતું.
મન ચક્કરિયા લેતું પછી.....

              ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

No comments:

Post a Comment