Tuesday, 8 August 2017

ગીત

ફરી પાછું આ ખોરડું ચૂવે ;
એક બીજાને બાથ ભીડીને નળિયાં રાતાં પાણીએ રુવે,
આજ ફરી પાછું ખોરડું ચૂવે.

કાલ સુધી તો  તૂટલી વાંસ-ખપાટમાંથી રોજ
ઊતરી હેઠે ચાંદરણાં કો'ક ચીતરી જાતું ;
(એ) ગાર તણી પરસાળ આછા અંધારથી લીપી
કોઈ આજે એના અણુઅણુમાં ઊતરી જાતું;

ચાળણી જેવું છાપરું જળતી જાતને નેણનાં નીરથી ધૂવે.
ફરી પાછું આ ખોરડું ચૂવે.

ઉપર આડા મોભ ધરુ જે,બારીઓ-બારણાં હીબકાં ખાતાં,
બેય બાજુની લથ પથે ભીત રેલ રેલે એનાં ધોળ ધોવાતાં,
માંહ્ય રે'નારાં વલખે
--દૂર ચાળનારાં વણ થડક્યાં ચૂવે !
આજ ફરી પાછું ખોરડું ચૂવે.

--------ગુલામમોહમ્મદ શેખ

No comments:

Post a Comment