Tuesday, 8 August 2017

ગઝલ

Superb short Bahr gazal by સુનિલ શાહ સુરત

તેજ નહિ, અંધાર છે,
કોણ સર્જનહાર છે?

કેટલો પડકાર છે,
શ્વાસનો પણ ભાર છે.

ચલ, સમેટી લે બધું,
કોણ બોલ્યું: વાર છે?

એ જ વેચે મિત્રતા,
જેમનો વેપાર છે.

રોજ પૂછે ઘર મને,
કોઈ ખુલ્લું દ્વાર છે?

ક્યાં ખુશામત આવડી,
દોસ્ત! સમજણ બ્હાર છે.

હું પડીને જોઉં છું,
કોણ ઊંચકનાર છે?
સુનીલ શાહ

No comments:

Post a Comment