Tuesday, 29 August 2017

ગઝલ

ખુદ તણા ચશ્મા પહેરી ને જુઓ ,
સાવ ચોખ્ખું કેમ ના દેખાય શું .

સાચને જો આંચ આવી હોય તો ,
કોઇ સામે જોરથી બોલા શું.

સાચને જો આંચ આવી હોય તો ,
કોઇ સામે જોરથી બોલાય શું.

આંખમાં બે ભાગ છે આ લોકની ,
સાવ અડધું એમ કંઇ દેખાય શું .

એ ભલે ને સો દફા કહેતા ફરે ,
આપણાથી કાંઇ પણ બોલાય શું .
            -દેવેન્દ્ર ધમલ

No comments:

Post a Comment