Monday, 14 August 2017

ગઝલ

      *ગઝલ - ચારે તરફ...*          
ક્ષિતિજોને આંબવા ચારે તરફ ;
ઝાંઝવા છે ઝાંઝવાં ચારે તરફ .

વિંટળાઈ યાદ   એની એ   રીતે ;
વિસ્તરી ક્ષણ ચૂમવા ચારે તરફ;

એ હરાવીને અમારું દિલ, સખી;
નિકળી દિલ જીતવા ચારે તરફ.

ફરફરે  છે  કેશ  કેવા   એમના ;
પ્રેમથી  ઝૂકી  ઘટા   ચારે    તરફ .

જિંદગી ને  મોત   બંને  થરથરે ;
એકલો દિવો ,   હવા ચારે તરફ .

ટાંકણાના ઘા ખમી લેજે "દિલીપ";
શિલ્પ ને    કંડારવા    ચારે   તરફ .

      *દિલીપ વી ઘાસવાળા*

No comments:

Post a Comment