આજ મારી આંખોમાં ઓળગોળ થાયે છે કોણ?
પેલા ભમ્મરિયાં શમણાંનાં ભાલાંઓ ભોંકે છે કોણ?
લાજી મરું છું હું કહેતાં એ વાત
કે કૈં શમણાંના અંબાર લઈ ઉભી છે જાત
ઓરડાએ પૂછ્યું છે બારણાને આજ
કેમ કરી થાશે એ ભવનો મેળાપ
આજ મારી આંખોમાં ઓળગોળ થાયે છે કોણ?
ને પેલા ભમ્મરિયા શમણાંનાં.......
ફૂલોની જાન થઈ આવ્યો છે મુઓ
વાસેલાં દ્વાર તમે ખોલી તો જુઓ !
પર્ણોની લીલાશ આજ રસ્તાએ ઓઢી
ને ધબકે છે કણકણમાં રંગોની હોળી
આજ મારી આંખોમાં ઓળઘોળ થાયે છે કોણ?
ને પેલા ભમ્મરિયા શમણાંનાં.....
હું તો ક્યારનીય આવીને ઉભી છું બારણે
તોય મુઓ કહેતો નથી કે પધારો ઓરડે
લાજ શરમને મેં તો મુકી દઈ નેવે
આવીને બેઠી હું તો એની આ પાહે
આજ મારી આંખોમાં રંગરોળ થાય છે કોણ?
ને પેલા ભમ્મરિયા શમણાંનાં......
અદિશ
No comments:
Post a Comment