Monday, 14 August 2017

ગઝલ

*તરહી ગઝલ*

એક એવી છે હવા ચારે  તરફ.
*ઝાંઝવા છે ઝાંઝવા ચારે તરફ.*

વાંસળીના સુરે મન મોહ્યું પછી,
જિંદગીમાં શ્રી સવા ચારે તરફ.

દ્રશ્ય પણ આ કેટલું  હાંફી ગયું!
રાતમાં ઝળહળ થવા ચારે તરફ.

સૂર્ય તું પાછો વળી જા  ઘર ભણી,
સ્વપ્ન ફુટે છે નવાં ચારે તરફ.

એક અફવા શું શું કરતી હોય છે ?
ચાલ જઈએ જાણવા ચારે તરફ.

હા, કર્યા છે કાવા- દાવા મેં ઘણા
જીંદગીને સ્થાપવા ચારે તરફ.

ભીતરે બસ એક ઈચ્છા છે 'અદિશ'
શ્વાસને રોપી જવા ચારે તરફ.

અદિશ

No comments:

Post a Comment