Thursday, 17 August 2017

ગઝલ

રાત ઢળતાં એક વાદળ ઝરમરે,
ને કલમની સાથ કાગળ ઝરમરે,

ઝાંઝવા છે ઝાંઝવા ચારે તરફ,
ત્યાં પરોઢે બુંદ ઝાકળ ઝરમરે.

કેદખાનું થાય એકલતા હવે.
જો ચરણમાં ક્યાંક સાંકળ ઝરમરે.

આંખ મારી સાવ કોરી રાખતો,
તોય ખૂણે કેમ કાજળ ઝરમરે ?

હાથ જોડી મોત રૂડું માંગતો,
પણ કજલની નેક પાતળ ઝરમરે.

કશ્યપ લંગાળિયા - "કજલ"

No comments:

Post a Comment