Thursday, 17 August 2017

ગઝલ

હું ક્ષિતિજની પાર છું,
શ્વાસનો હું સાર છું.

જો ઉપાડી તું શકે,
તો જગતનો ભાર છું.

પાંપણોમાં ભેજ છે,
અશ્રુનો પણ ક્ષાર છું.

તૂટવાનો થાય છે,
એક એવો તાર છું.

બોલ મળવા આવશે ?
હા, હવે ક્ષણ વાર છું.

કજલ

No comments:

Post a Comment