Thursday, 17 August 2017

ગઝલ

શ્યામ, તમે ફેસબુકમાં આવો તો
પાંચ હજાર ગોપીઓને રાખશો,
બીજાનું શું?
ક્લોઝ-ફ્રેન્ડ તરીકે તમે રાધાનું
નામ આપશો,
તો પછી જીવનભર ઝંખતી
મીરાંનું શું?

ચેટ કરશો તો
સૂકાશે વાંસળી ને મુરજાશે મોરપિચ્છ..
જમનાને તીર જાશો તો
રીસાશે રાધા ને કરશે બ્લોક
પછી તમે કદી નહિ કહો:
‘યુગે યુગે આવીશ આ લોક !’

અધરાતે આવશે મીરાંનો મેસેજ
તો સત્યભામાને પડશે શક
તમે કોને જઈ કહેશો આ દખ ?

દ્રૌપદીને નહિ કરો જો ટેગ
તો માગશે લીરો બાંધ્યાનું મૂલ
ને શ્યામ તમને સમજાશે..
ફેસબુકમાં આવવાની ભૂલ !!

✍- *કૃષ્ણ દવે*

No comments:

Post a Comment