આપું સલામી
🇪🇬|:|🇪🇬
દેશ માટે જે મરે એ વીરને આપું સલામી
સરહદે લડતા મરે એ વીર ને આપું સલામી
દેશની શાન માટે એમણે વ્હોરી શહીદી
થાય ગર્વ એમની તકદીરને આપું સલામી
વાગતી ગોળી શરીરે તોય અંત સુધી
લડતો
દેશના જાંબાજ શુરવીર ને આપું સલામી
આપશું નત મસ્તકે શ્રધ્ધાંજલી વંદન કરીને
યાદ રહેશે એમની તસ્વીરને આપુ સલામી
ભારતી ગડા
🇪🇬|:|🇪🇬
No comments:
Post a Comment