ગીત: વૃદ્ધાવસ્થા
મોતીને આવ્યો છે મોતિયો,
ઠસ્સાથી નીકળી બિલ્લી એની પાસેથી, કોડા ફાડીને જોતો'તો બોચ્યો..
..મોતીને આવ્યો..
"ભાઉ.. ભાઉ" ભૂલીને મંત્રો લલકારે,
ડાઘીયાની તખતીને મસળે છે ગારે,
ઉતરાવો નજરો ને ભૂવો ધુણાવો, મોતી'તો સૌનો લંગોટિયો..
મોતીને આવ્યો..(૧)
ખાબોચિયું ભાળીને ભાગે છે દૂર,
માસૂમ ચહેરાનું ઉડયું છે નૂર,
નોખા ખોરડે એને સૂવડાવ્યો ખાટ ઉપર, બાઘડ બીલ્લાને આસીસ્ટન્ટ રોક્યો.
મોતીને આવ્યો..(૨)
-શીતલ ગઢવી"શગ"
No comments:
Post a Comment