Tuesday, 29 August 2017

ગઝલ

મારી તરહી રચના

નામ એનું જાન રાખ્યું છે અમે.
બોલવામાં ભાન રાખ્યું છે અમે.

ઝાંઝવા છે ઝાંઝવા ચારે તરફ,
તોય જળનું માન રાખ્યું છે અમે.

પાનખર કઈ કેટલા આવી ગયા!
તે છતાં એ પાન રાખ્યું છે અમે.

છીપ મોતી સાચવે એ રીત થી.
દર્દ,તારું ધ્યાન રાખ્યું છે અમે.

આંસુઓને જાળવ્યા છે,આજ પણ.
માત્ર હાસ્ય દાન રાખ્યું છે અમે.

જીંદગી માં ને ગઝલ માં મોખરે,
હા,તમારું સ્થાન રાખ્યું છે અમે.

એમ અમસ્તું ક્યાં લખાતું હોય છે.
છંદ નું પણ, જ્ઞાન રાખ્યું છે અમે.

વિપુલ બોરીસા

No comments:

Post a Comment