મિથ્યાભિમાન નો એક્કો,
જીવરામ ભટ્ટ મારો બેટ્ટો.
ઘરુડનો પર્યાય; પણ સહેજ ઉલટો,
દિવસે જગતમાં ફરે; રતાંધળો રાતથી ડરતો,
દંભનું મોટું વાવાઝોડું ,મૂર્ખ બનાવે એતો,
બહાનાનો બાદશાહ એની વાત ન પાડવા દેતો,
સૂરજના દર્શન કરે; ચાંદ ન એને દિઠ્ઠો,
જીવરામ ભટ્ટ મારો બેટ્ટો....
હરખપદુડો હડસેલાતો સાસરિયાની વાટે,
ચણો થઈને વાગે ઘણો સાંજ પડી ગઈ વાટે,
અંદાજાના બાણ છોડતો,હોશીયારીનો છોગો,
મુર્ખનું સરદાર જગત ને એ જાદુગર ગોગો,
જ્ઞાનનો ખજાનો એ વેદ ભણાવે છઠ્ઠો
જીવરામ ભટ્ટ મારો બેટ્ટો...
અલખ મલખની વાતોની છડી ફરાવે,
અંધ છે એ સૌને; ન ભેદ જણાવે,
નાટક કરે પણ એ નકટો નથી એને કોણ સમજાવે,
મિથ્યાભિમાનનો વરું અંતે એને મરાવે,
અંત એનો પોકારે મિથ્યાભિમાનથી રહેજે છેટ્ટો.
જીવરામ ભટ્ટ મારો બેટ્ટો...
-સંદિપ ભાટીયા"કવિ"
No comments:
Post a Comment