Friday, 11 August 2017

ગઝલ

ગાગા લગાગા ગાગા લગાગા

છે બાગમાં પણ ચંપો ચમેલી
તેથી હવામાં સુગંધ વણેલી

રેખા વગરની ખાલી હથેળી
એવું જીવન છે ને મા મરેલી

હું માંડ આ દિલને સાચવું છું
દર્દો સહીને ભીંતો ચણેલી

એકાદ સપનું પૂરું કરો તમે
ઈચ્છા અમારી થઈ છે વધેલી

સુખ દુઃખ બેઉં છે દોસ્ત પાક્કા
માણસ બન્યા એના દ્વાર,ડેલી

"પાકા ઘડે કાંઠા ના ચડે" હો
કુંભાર છે સૌ,લાઠી અડેલી

સોલંકી દિપક 'રહીશ'

No comments:

Post a Comment