ના અસર થઈ કઈ દવાની ડામ પર,
આખરે વિશ્વાસ મૂક્યો જામ પર.
*ઝાંઝવાં છે ઝાંઝવાં ચારે તરફ,*
શું કરું વાસિયત હું તારા નામ પર?
દાળમાં કાળું કશું જોયું તમે,
કેટલું છે ધ્યાન મારા કામ પર!
સૂંઠના એક ગાંગડે ગાંધી થવા,
રેડ પાડી સૂંઠના ગોદામ પર!
ત્રાજવું તારી તરફ નમશે જરૂર,
રાખ થોડો તો ભરોસો રામ પર.
== મંથન ડીસાકર (સુરત)
.
No comments:
Post a Comment