Friday, 11 August 2017

ગઝલ

એ જ  મીઠી  વાત   છે,
પ્રેમમાં     ફરિયાદ    છે.

ફૂલની    તાજપ    બધી,
આ   હવાનો  પ્રાણ   છે.

ચાહતા  શહિદો  અમન,
દેશની   એ    શાન    છે.

ચાંદનીની    છે    અસર,
આભમાં   ચળકાટ    છે.

પી  ગયા   વિષ  કાળના,
શીવ   તું   ભગવાન   છે.

આજની   મારી   ગઝલ,
પ્રેમ    ઘુટતો   પ્રાસ   છે.

યાદમાં    ધબકે    હૃદય,
તું  જ   મારો  શ્વાસ  છે.

પંથ    હો'  ચાહે   કઠિન,
ચાલવાની     હામ     છે.

જિંદગીમાં   વિષ   ભર્યા,
તું  જ  અમૃત  પ્યાસ  છે.

જીવવું      તારા     વગર,
એ  જ  તો  આઘાત   છે.

દૂર   છે   તો  પણ  ગગન,
લાગતું     કે     પાસ    છે.

વાત     તારી     મખમલી,
ગીતનો   તું      રાગ    છે.

જો  "ફિઝા"  તું  પણ હવે,
આ   ગઝલમાં   વાહ   છે.

*કાજલ કાંજિયા "ફિઝા"*
*19/8/2017*

No comments:

Post a Comment