ક્યાં સુધી ...?
આ
ભીડના અડાબીડ જંગલમાં
આપણે એકબીજા સાથે
અથડાતા, કુટાતા
અહંના અતીરેક્ના વમળમાં
ચેહરા ઉપર મોહરું પેહરી
ચાલ્યા કરીએ છીએ
કોઈને સમય નથી
આ ખોટો કોલાહલ સાંભળવાનો
કેટલાય વાહનોનાં ઘોઘાંટમાં
શબ્દો ઉગતા જ આથમી જાય છે
સુનકાર રસ્તા પર પગથી
ઠોકર મારી પથ્થર જોડે રમવાનું તો
ભુલાઈ જ ગયુ છે
પણ રમત એટલી હાથવગી છે
આપણે માણસ ને ઠોકરે મારી
રમત રમવામાં પાવરધા
કમ્પ્યુટરની on સ્ક્રીન પર
રમાતી રમત ની જેમ રમ્યા
કરીએ છીએ ..
અને આ અડાબીડ જંગલની
જાહોજલાલી ..
એમ જ સચવાયેલી
પોતાની ગૌરવ ગાથા ગાયા કરે છે ...
આમ ક્યાં સુધી .....?
અસ્મિતા
No comments:
Post a Comment