Friday, 11 August 2017

ગઝલ

છંદ ઉપજાતી

ટીકા કરીને તમને જમાનો,
રસ્તો બતાવે સુધરી જવાનો.
કરે પ્રસંશા બસ સ્વાર્થ માટે,
મીઠી કટારી બનશે જબાનો.
ઈર્ષ્યા તણો વા ઝડપી વહે તો,
પતંગ તારો ઊડશે મજાનો.
હૈયું ભલે હોય કઠોર પર્વત,
ખોદી જશું પ્રેમ તણો ખજાનો.
ફકીર રસ્તે નીકળી પડ્યો છે.
કંઇ ભો નથી ઠોકર લાગવાનો.
== મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment