Sunday, 13 August 2017

ગઝલ

પાછો આવું છું

રાહ જો જે જિંદગીના મર્મ માણી પાછો આવું છું
જીવતરને નવો અર્થ આપી પાછો આવું છું

દૂર છતાં તને મારી અનુભૂતિ થતી રહેશે
જાતને નવા શિખર બતાવી પાછો આવું છું

ઈશ્વરની આરાધના તો નિત્ય જ કરવી રહી
પરમનો ખજાનો નિહાળી પાછો આવું છું

મારી યાદોને મમતાથી પલ્લવિત કરજે
પ્રેમભીનું ઉપવન સજાવી પાછો આવું છું

વિરહ-મિલનથી હવે જરા ઉપર ઉઠીએ
સમર્પણની શીખ પચાવી પાછો આવું છું

મારા આરાધ્ય, ઓ મારા પથ-પ્રદર્શક
તારામાં હું સ્વયં ને ઓગાળી પાછો આવું છું

દિલીપ શાહ

No comments:

Post a Comment