ગાલગાગા=4 (ફેરફાર સાથે)
==============
દૌડ પૈસાની ન પડશે તાપણામાં આપમેળે,
દેવપ્રિતી જાગશે શું આપણામાં આપમેળે ?
કારની(યંત્રની) પેઠે ગુજારી હોય જીવે જિંદગી તો,
માણસાઈ બેસશે નૈ બેસણાંમાં આપમેળે.
મૃત્યુ એ એનું લઈને આવશે અહિ આવનારા,
એટલે તો શિશુ હસે છે પારણામાં આપમેળે.
જો ન આપો તેજ હૈયે કેમ સમજે માનવીઓ,
તે વગર લો, કોણ પડશે ધારણામાં આપમેળે ?
ગોટલાંને રોપવાનો શ્રમ કરવો તો પડે છે,
બાદ આંબો પાકશે "પિયુ" આંગણામાં આપમેળે.
_______ પિયુ પાલનપુરી (નરોત્તમ)
લેખન તા. 11/08/2010
No comments:
Post a Comment