Thursday, 17 August 2017

ગઝલ

તે લાગણીના વસ્ત્રને પણ  વેતરી નાખ્યું હતું,
જે મેં ગમોને ઢાંકવા માટે અલગ રાખ્યું હતુ!

આ સૌ નવાબી શોખ મારો જાન લઇ લેશે કદી,
એ શોખ ખીલવનારે આવા ભાવિને ભાખ્યું હતું!

આવીને આજે તું મને મારી બધું લોહી પી ગ્યો,
લાગે છે પ્હેલાંથી તે લોહીને કદી ચાખ્યું હતું!

આ રોજની શું ખટપટો, એ યાદ કાયમ આવે છે
હા એટલે મેં બારણું દિલનું પછી વાખ્યું  હતું.
મણિલાલ જે. વણકર

No comments:

Post a Comment