કાના તારી બંસી ની ધૂન
કેમ સંભળાતી નથી ?
કાના તું ક્યાં છો કાના તુ જ વિન
માખણ મટકાં સૂના
સૂની ગોકુળની ગલીઓ
સૂના છે સૂર સંગીત
કાના તું ક્યાં છો ?
આ ગોપીઓ રાસ લેવા
અધીરી તારા વિના
આ ધેનુ ભૂખી તરસી તારા વિના
કાના તું ક્યાં છો ?
ગોકુળ વાસીઓના થાક્યા છે ચરણો ,
અને સૂનમૂન બેઠી યશોદા !
મારો લાલ તું ક્યા છો ?
અને કેટલા વર્ષોથી વાટ નીરખતી
રાધા ,
આંખોથી લઈ ગાલે ચોમાસું
રીસામણી બેઠી ,
કાના તું ક્યાં છો ?
અને
મારી કવિતા પૂછે શબ્દે શબ્દે
હાથમાં
રાખી રૂમાલ
" શ્વેત " કાનો ક્યાં ??
મેવાડા ભાનુ " શ્વેત

No comments:
Post a Comment