Thursday, 17 August 2017

૭, કાવ્યો

[8/16, 6:04 AM] ‪+91 99133 63086‬: ગીત: શ્યામ તારા વિના

કાગળ નથી કલમ નથી નથી શાહીનો ખડિયો,

શ્યામ તારા વિના સુકાય શબદનો દરિયો.

દન આખો વીતે

કદમ્બડાળ નિહાળી,

એકલતા ડંખી ને

ગોપીઓ રિશાણી.

માખણ ચોર તું કેવો યમુનાનો એવો રદિયો.

શ્યામ તારા વિના સુકાય શબદનો દરિયો.

ડેલી ખોલીને જોઉં તો

રાત કેમ શરમાતી ?

પડછાયાની પ્રીત્યું

અંગે અંગ ભોંકાતી.

રોજ તારી યાદમાં ઉજાગરો મેં ભરિયો,

શ્યામ તારા વિના સુકાય શબદનો દરિયો.

~ વિજય ચલાદરી
[8/16, 6:05 AM] ‪+91 99133 63086‬: ¤ ગીત ¤

કા'ન એવી તેં વાત શે કીધી

કે માખણમટકીની જેમ પીધી

ઊભી બજાર હવે એકલી ફરું છું,

મોરપીંચ્છ, વાંસળી આંખે ધરું છું.

અધરના વેણ કરી દીધી

કા'ન એવી તેં વાત શે કીધી

કદમ્બની ડાળે કોઈ ઝૂલવા ન આવે,

યમુનાનાં નીર હવે કોઈ ન વહાવે.

પવન જાય અંગ વીંધી

કા'ન એવી તેં વાત શે કીધી

~ વિજય ચલાદરી
[8/16, 6:06 AM] ‪+91 99133 63086‬: ગીત: મીરાંનું નામ

મીરાંનું નામ આખા ગામમાં ગવાય,

શબ્દ ને સૂર એના શ્યામમાં સમાય.

શ્યામ કેરી વાંસળીના સૂરે વહી યમુના,

કદમ્બ કેરી ડાળે ઝૂલે હીંચકા જગ-જૂના.

શ્યામરંગી ચૂંદડી ઓઢાય

મીરાંનું નામ આખા ગામમાં ગવાય.

રાણે આચરેલ એવું શ્યામ દુ:ખ દીઠું,

ઝેરને કર્યું 'તું એણે અમૃત જેવું મીઠું.

વાત એ કેમ રે ભુલાય

મીરાંનું નામ આખા ગામમાં ગવાય.

હરતાં ફરતાં જાય દ્વારિકામાં મીરાં,

હરિને મળવા એ થાય છે અધીરાં.

એ પછી શ્યામમાં સમાય

મીરાંનું નામ આખા ગામમાં ગવાય.

~ વિજય ચલાદરી
[8/16, 6:07 AM] ‪+91 99133 63086‬: ગીત: કા'ન તારી વાંસળી

કા'ન તારી વાંસળીને જોરથી વગાડ મા,

મારા હૈયામાં ભડકેલી આગને જગાડ મા.

ગોપીઓની સંગે તું રાસની રમતું રમે,

વાસળીના સૂરથી ગોપીઓને તું ગમે.

મારી સુતેલી આંખોનાં પોપચાં ઉઘાડ મા,

કા'ન તારી વાંસળીને જોરથી વગાડ મા.

આંખોનાં આંસુ મારું સખીપણું સાચવે,

જમનાનાં જળ અહીં કરશે શું હવે ?

મારા મનમાં જાગેલા ઓરતા જગાડ મા,

કા'ન તારી વાંસળીને જોરથી વગાડ મા.

પરદેશથી આવશે મારા પીયુંની પ્રેમચિઠ્ઠી,

હું તો મારા પીયું સંગ ગોઠડી કરીશ મીઠ્ઠી.

મારી રાત્યુંની રાત્યુંને આમ તું બગાડ મા,

કા'ન તારી વાંસળીને જોરથી વગાડ મા.

~ વિજય ચલાદરી
[8/16, 6:08 AM] ‪+91 99133 63086‬: ગીત: સપનામાં એકવાર મીરાં આવી

સપનામાં એકવાર મીરાં આવી,

કૃષ્ણની કાળી કાળી કામળી લાવી.

કામળીમાં વાંસળીના વહેતા'તા સૂર,

હૈયામાં સ્નેહભીના ઉમટ્યા'તાં પૂર.

રાત આખી મેં પ્રેમથી પધરાવી,

સપનામાં એકવાર મીરાં આવી.

કામળીમાં ખળખળ સંભળાતાં નીર,

હલેસાં હોડીનાં યમુનાને તીર.

ફૂલોથી મેં આખી નાવને સજાવી,

સપનામાં એકવાર મીરાં આવી.

કામળીમાં મોરપીંચ્છ મલકાતું કેવું ?

ગોપીઓનાં ચિતને હરી લે એવું.

માખણની મટકીને હોંશે ચિતરાવી,

સપનામાં એકવાર મીરાં આવી.

~ વિજય ચલાદરી
[8/16, 6:09 AM] ‪+91 99133 63086‬: ગીત: મીરાંને ગમે મંદિર

મીરાંને ગમે મંદિર મંદિરને ગમે મીરાં,

શ્યામ શ્યામ કરતાં મળવા થ્યાં અધીરાં.

વાંસળીના સૂર હવે

મૌન મહીં આથમતા,

ગોવરધન પ્હાડ હવે

બરફ જેમ પીગળતા.

મોરપીંચ્છ કેવી કે યાદ ધરે મીરાં,

શ્યામ શ્યામ કરતાં મળવા થ્યાં અધીરાં.

વૃંદાવનનાં ઝાડ

થ્યાં પીતાંબર ધારી,

દ્વારિકાની રેતી

મીરાંને લાગે પ્યારી.

મૃગજળ જોઇને સ્વપ્નમાં સરે મીરાં,

શ્યામ શ્યામ કરતાં મળવા થ્યાં અધીરાં.

~ વિજય ચલાદરી
[8/16, 6:11 AM] ‪+91 99133 63086‬: ગીત: લખવા બેશું કાગળ ~વિજય ચલાદરી

લખવા બેશું કાગળ ત્યારે ખડિયો હોય,

પ્રભુ ! મારાં કેવાં નસીબ સાંધવા ન હોય સોય.

રાધાએ તો કૃષ્ણ ચાહ્યો, મીરાંએ ચાહ્યો શ્યામ,

શબરીનાં તો બોર એઠાં ખઇ ગ્યો મારો રામ.

વીતતા દહાડે વિચારવા બેશું મનડું મારું ખાલી,

સરનામું તારું મળે નહીં પગ થાક્યા ચાલી ચાલી.

કાગળ મારો આગળ થઈને આવશે તારી પાસ,

મળવું હોય તો જલદી આવજે હશે છેલ્લોશ્વાસ.

~ વિજય ચલાદરી

No comments:

Post a Comment