##પ્રતિબિંબ##
અરીસાની આંખમાં કચરું પડ્યું લાગે,
મારું પ્રતિબિંબ મને ધૂંધળું લાગે.
છલોછલ ભરેલો આ રૂપનો વાટકો,
લાગ્યો નથીને કોઈ એમાં ડાઘતો?
સુંદરતાનું નગર સુનું સુનું લાગે,
મારું પ્રતિબિંબ મને ધૂંધળું લાગે.
લાજના પાલવને ખૂણે એક મડાગાંઠ,
કર્મની એ ગાંઠડીની ખુલી ગાંઠ.
રૂઝાયેલાં ઘાનું વંટોળ ઉડયું લાગે,
મારુ પ્રતિબિંબ મને ધૂંધળું લાગે.
અરીસાની આંખમાં કચારું પડ્યું લાગે,
મારું પ્રતિબિંબ મને ધૂંધળું લાગે.
-સંદિપ ભાટીયા"કવિ"
No comments:
Post a Comment