(૧)
એક રૂપિયાની
કોરીધાકોર નોટને
પસીનાનું એક બુંદ
તરબતર કરી દે છે,
સૂકવી શકશો ખરા?
બાકી,
સિક્કાને ઘીમાં ઝાબોળવાનો
કોઈ અર્થ ખરો?
========
(૨)
વસ્તી વધારી,
બેરોજગારી,
પ્રદૂષણ છે જારી,
કોણે કર્યું આ બધું?
છે ઠોઠ સુથારી
વળી કહે છે-
“વાંકી છે કરવત ને આરી”
કોઈ અર્થ ખરો?
========
(૩)
ઊગમણી બારી બહાર જોતા
સવારથી ઊભા છો.
હવે તો,
સાંજ ઢળવા આવી!
બાકી,
સવાર ગયા પછી
ઊગમણી બારીમાં જોવાનો
કોઈ અર્થ ખરો?
========
(૪)
વિચારોનું પડીકું,
ઓશિકા નીચે દબાવી
નિરાંતે સૂઈ જવું.
કોઈ છોકરીની કેડનો કંદોરો
રણઝણે ને વરસાદ વરસે...
ત્યારે,
ન ન્હાવાની નેમ લેવી!
કોઈ અર્થ ખરો?
==મંથન ડીસાકર (સુરત)
17/08/2017 ગુરુવાર (124)
Thursday, 17 August 2017
૪, અછાંદસ
Labels:
મંથન ડીસાકર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment