મન માને તે યાર કરીએ,
ચાલ સજન બસ પ્યાર કરીએ.
ભૂલોનો સ્વીકાર કરીએ,
મનને બસ ઉદાર કરીએ.
કોઈ અચાનક આવી જાયે,
ખૂલ્લા દિલના દ્વાર કરીએ.
હું તારામાં તું મારામાં,
આતમ એકાકાર કરીએ.
મનની ભીતર શું ધોળ્યું છે?
દરપણમાં દીદાર કરીએ.
જીવન ગીતો ગાતા ગાતા,
ભવ સાગરને પાર કરીએ.
હસતા હસતા એમ જ "જયલા"
આંસુને લાચાર કરીએ.
@ જયેશ પ્રજાપતિ
No comments:
Post a Comment