આપણી આવડત નાયકી હોય છે!
લાગણી ક્યાં કદી પારકી હોય છે?
જેમ વાળો તમે એમ વ્હેણો વળે!
વેગવંતી સદા ચાનકી હોય છે!
ચડખડે, લડખડે, જાતને જાળવો,
આપણા મન તણી બાળકી હોય છે!
જીંદગીના ચડાવે પડાવે સદા,
રાખવી ધીરતા ઠાવકી હોય છે!
જાણતાં, માણતા, ગાણતાં આવડે,
કોકિલા કંઠ શી ગાયકી હોય છે!
-----------હેમા ઠક્કર "મસ્ત ".........26-8-17
No comments:
Post a Comment