કહે મને એ મનચલો
તું વાદળી થઇને વરસ,
હું તૈયાર છું ભીંજાવા,
તું છે મારી ચોમાસાની તરસ,
થઇ એ તો બાવરો,
પૂછે મને સવાલ,
અષાઢ કે શ્રાવણ,
કોણ તને વ્હાલાં?
કહે સમજું વાદળી...
મુક્ત મનની આ તો મૌન વાચા,
પ્રેમનાં ક્યાંય દિઠા છે અખાડા!?
મને તો .......
અષાઢ અને શ્રાવણ બેઉં વ્હાલાં.
*કાજલ કાંજિયા "ફિઝા"*
*3/7/2017*
No comments:
Post a Comment