*ગીત : રાધા રીસાણી*
વ્હાલાની પાસે જઈ પૂછતી જશોદા તારી આંખોમાં શાને છે પાણી?
રાધા રીસાણી માડી રાધા રીસાણી...
બંસીનાં સૂરો આજે બેસૂરા લાગે,
નવનીતનાં સ્વાદ મુંને તૂરા રે લાગે,
અથડાતો અફડાતો જાતને સંભાળતો તારા ખોળામાં આવ્યો નંદરાણી,
રાધા રીસાણી માડી રાધા રીસાણી...
ગાયાં છે ગીતો મીઠાં સૂરોને તાણી,
તોયે રાધડીએ મારી વાતો ન માની,
સમજાતું આજે ના શાને રાધાએ કીધી એની કઠોર આવી વાણી!
રાધા રીસાણી માડી રાધા રીસાણી...
વ્હાલાની પાસે જઈ પૂછતી જશોદા તારી આંખોમાં શાને છે પાણી?
રાધા રીસાણી માડી રાધા રીસાણી...
*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*
Thursday, 17 August 2017
ગીત
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment