Tuesday, 26 September 2017

અછાંદસ

મળી જશે મારગ ,સમયે નીકળ્યો છું
હટી જશે અંધારા સવારે નીકળ્યો છું.
ક્યાંક કંટક , ક્યાંક પથ્થર હોઈ શકે છે
સંભાળી લઈશ ચોક્કસ, ઠોકરો જોળીમાં લઇ નીકળ્યો છું.
મળી શકે સંગાથ તો થાય રૂડું જાણું
પણ મળે એકલતા તો કદમોના સથવારે નીકળ્યો છું.
પડું છું ઉભો, થાઉં છું ફરી ચાલુ છું
પહોંચવાને કરોળિયાનું ઝાળું લઇ નીકળ્યો છું.
થઇ શકશે ના કામ તુજ થી સંભળાઈ ઘ્વની
પણ કાને કુંડળ નહિ તાળું દઈ નીકળ્યો છું.
વાતો ચૌરાચૌટાની સાબિત કરવા અફવા
મૌનનું મજાનું હથિયાર ધારણ કરી નીકળ્યો છું.
આમ તો મંજિલની શોધમાં છું  "નીલ"
મળે રસ્તો તો ઠીક બાકી નવો કંડારવા નીકળ્યો છું.
      રચના: નિલેશ બગથરીયા
                 "નીલ"

No comments:

Post a Comment