Tuesday, 26 September 2017

ગઝલ

કોઈ શંકા છે નહીં

દિવસ  ઉગશે, કોઈ  શંકા  છે નહીં!
રાત   પડશે, કોઈ   શંકા   છે  નહીં!

વાદળાં   છોને   ભલે   ઘેરી  વળ્યાં!
સૂર્ય  તપશે, કોઈ   શંકા   છે   નહીં!

મેં જ રોપ્યું બીજ, જળ સીંચ્યું, હવે
વૃક્ષ   ફળશે, કોઈ  શંકા   છે   નહીં!

કાંકરા   ઓર્યા   ભલે    ઘંટી    મહીં
ઝીણું  દળશે, કોઈ   શંકા  છે  નહીં!

જન્મ   દીધો   પણ   હવે  પસ્તાઈને
વાર    કરશે, કોઈ  શંકા   છે   નહીં!

બાંધી   મુઠ્ઠી   લાખની, ભડકો   થઈ
પ્રાણ  હરશે, કોઈ   શંકા   છે  નહીં!

નાવ કાણી છે, હું  ડૂબી જઈશ પણ
હરિયો  તરશે, કોઈ  શંકા   છે નહીં!

- હરિહર શુક્લ
  ૨૧-૦૯-૨૦૧૭ / ૨૫-૦૯-૨૦૧૭

(ગાલગાગા ગાલગાગા ગાલગા)

No comments:

Post a Comment