બંઘ કર તું આ મગજમારી હવે,
વાત કર અેકાદ તો સારી હવે..!!
ગૂંગળામણ ખૂબ મનમાં થાય છે,
પૂર્વગ્રહ ની તોડ તું બારી હવે.
માન્યતાઓ કાપતાં થાકી ગયો?
લાવ મારા હાથમાં આરી હવે.
કોક બીજાની અમસ્તી વાત કર;
બંધ કર તું વાતને તારી હવે.
જાય વનમાં કોઇપણ કારણ વગર,
અેટલી નિર્બળ નથી નારી હવે..!!
દીપલ ઉપાધ્યાય *ફોરમ*
No comments:
Post a Comment