ગા ગાલગાલ ગાલલગા ગાલગાલ ગા
લ્યો વાતમાં હજૂર ખરા કમકમી ગયા,
આવી નજીક દૂર થઈ એ રમી ગયા,
આ સૂર્ય ઉગશેજ હવે રોજ આમતો,
આકાશ લાલ રક્ત રંગે, રેશમી ગયા
ભીનાં નયન કહે તબિયત સાચવો જરા,
સૂરજ ખરે બપોર અહીં આથમી ગયા.
કાળી ડિબાંગ રાત છવાઈ રિવાજ થઈ,
કોરું ગગન નજર કરી, આજે નમી ગયા.
ભાર્યા બની સતી શિવની, જે હિમાલયે,
આશા સવારની જ ઉગી ત્યાં ભમી ગયા.
લ્યો આંગણે ફકીર વળી આવકારતાં,
પાછા અહીં લકીર ઉબેટની ખમી ગયા.
આહા કરી જરાક વધારે કરે પ્રણય,
આપી મહેંક નેહ ભરીને ગમી ગયા.
"કાજલ"
કિરણ પિયુષ શાહ
25/09/17
No comments:
Post a Comment