Tuesday, 26 September 2017

ગઝલ

00 ગઝલ 00

સપના સાચા કરવા છે,
જળમાં લીટા કરવા છે.

વત્તા -ઓછા કરવા છે,
લેખા-જોખા કરવા છે.

ઝળહળ ઝળહળ થઈ તારે,
અમને  ઝાંખા  કરવા  છે  ?

સ્મરણોની હું ગડી કરું છું,
જાણે  તાકા  કરવા   છે  !

ભીતર ધૂણી ધગધગતી,
શબ્દો ભગવા કરવા છે.

દર્પણ સૌને આપી દઈ,
શસ્ત્રો બુઠ્ઠા કરવા છે !

બે-ત્રણ ગઝલો ક્હેવી છે,
ક્યાં પડકારા કરવા છે?

           - ભરત ભટ્ટ

No comments:

Post a Comment