🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
આવા ચાળા કરવા છે.*
ટહુકા ભેગા કરવા છે.*
આ દિલને કસરત સોંપી,
શ્વાસો ઘેલા કરવા છે.
બાળક માફક ગોઠણિયા,
રોજે કાળા કરવા છે.
સીધી ઊંઘી સમજણમાં
હો હોબાળા કરવા છે.
રણઝણતા મંજીરાથી,
ભકતે ચાળા કરવા છે.
સરિતાના મારગ તોડી,
બસ, ગરનાળા કરવા છે.
-શીતલ ગઢવી"શગ"
No comments:
Post a Comment