શીર્ષક: અંતર વરસે..
ભીની માટીમાં પૂર્યા ડગના સાંધણ હું ક્યાં જઈ બાળું?
ભીતરની માંગે હોઠે ફરતાં કામણ હું ક્યાં જઈ બાળું?
કોરી સુક્કી ઝીણી આંખોમાં તરતાં દ્રશ્યોના મડદા,
તારી યાદોથી શણગારી ખાંપણને હું ક્યાં જઈ બાળું?
માઝમ રાતોની સુખ સાહેબીના રહસ્યો ખોલે કાજળ,
શમણાં નીચોવીને સુકવી પાંપણને હું ક્યાં જઈ બાળું?
ફૂલોની ફુલવાડીમાં જેણે ઉગાડ્યા ફૂલો નોખા,
તુલસી સાથે વાતો કરતી માલણને હું ક્યાં જઈ બાળું?
અણદીઠાં આધારે તારા મારા ખોડંગાયા સગપણ,
દિલને ભીંસતુ આખી દુનિયાનું ભાષણ હું ક્યાં જઈ બાળું?
-શીતલ ગઢવી"શગ"
No comments:
Post a Comment