Tuesday, 26 September 2017

ગઝલ

તમે બારમાસી થશો તો મને ફાવશે,
સબંધો સુવાસી જશો તો મને ફાવશે.

ધરો ના મને ફૂલ કે પાંદડી મોહની
શબદ પ્રેમનાં લાવશો તો મને ફાવશે.

પ્રણયમાં પતંગી તણાવો જણાયા કરે,
તમે ત્યાં ઢીલ આપશો તો મને ફાવશે.

પવન આ પ્રભાતે ચડ્યો છે સખી સત્યનો,
સકળ થાય વિશ્વે અશો તો મને ફાવશે.

ખબરમાં નહીં ને ગઝલમાં ય નહી,આજથી,
હૃદયમાં "ફિઝા"રાખશો તો મને ફાવશે.

*કાજલ કાંજિયા "ફિઝા"*
*26/9/2017*

No comments:

Post a Comment