Tuesday, 26 September 2017

ગઝલ

કોણ જાણે એ શું પી ગયો છે,
ઉંબરો આભે પુગી  ગયો છે.

કાનમાં કંઈ કીઘુ ભાદરવે,
પીપળો ભીંતે ઉગી ગયો છે.

બાળતા મારા પત્રો પ્હેલાં,
હાથ એનો પણ ડગી ગયો છે.

ક્યાં કોઈને માળે મળતો એ,
આ ટ્હુંકો બઉ ચગી ગયો છે.

રોજ મળતો સૌને ઉષ્માથી,
શખ્સ ભીતરથી ઉડી ગયો છે.

શૈલેષ પંડ્યા.... નિશેષ...

No comments:

Post a Comment