Tuesday, 26 September 2017

ગઝલ

ગુલાબ ફૂલ બાગના ખરી જશે !
મિજાજ એમ પ્રેમનો વધી જશે !

સિતમ કરી ગયા મેં આખરી ગણ્યો,
લકીરમાં હશે કદી મળી જશે !

ન મોહતાજ ! બેકરાર હું  નથી,
હજાર લોકની જ્યાં દુઆ ફળી જશે !

ખૂબે ય જીદમાં રહ્યાં જો આપણે,
સહજ સહજમાં આયખું છળી જશે !

ન શબ્દમાં, ન મૌનમાં, ન શૂન્યમાં,
જવાબ બે ય આંખમાં જડી જશે !

હું યે નથી, તું યે નથી, કશું નથી,
છતાં જરાક આ મમત નડી જશે !

ન શકયતા મિલન થકી રહી ભલા,
સ્મરણ તણું દરદ સનમ વધી જશે !
** નિશિ **

No comments:

Post a Comment