Tuesday, 26 September 2017

ગઝલ

●●●●●● ●● *ગઝલ* ●●●●●●●●

થોડીક હૂંફ મળતાં  હું પીગળી ગયો છું,
ઢોળાવની દિશામાં કાયમ ઢળી ગયો છું.

મહેંકી જવાની ઈચ્છા મનમાં હતી પરંતુ,
હાલત ફૂલોની જોઈ પાછો વળી ગયો છું.

નફ્ફટ ઉદાસી એવી વળગી પડી છે જાણે,
વર્ષો પછી હું એને મળતાં મળી ગયો છું

ગઝલો લખાય છે એનું કારણ પૂછો તો એક જ
ભીતર રહેલ ટહુકો હું સાંભળી ગયો છું

મેકપ કરીને આવે કે રૂપ બદલી બીજું
અય મોત !તારા પગલાં પળમાં કળી ગયો છું

© *જુગલ દરજી*

No comments:

Post a Comment