હયાતીને મારી ફૂટયા છે પાન અક્ષરોના,
ને પ્રગટયા છે કાગળમા લોબાન અક્ષરોના,.
આથી તો ગીતા ખુદ શ્રીમદ્ ભગવદ્ થઈ છે,
સૌથી ઉચેરા મળ્યા છે સ્થાન અક્ષરોના.
ટ્હુંકે ટ્હુંકે જાણે કે અવતર્યા શ્લોકો
ડાળે ડાળે કોળ્યાં છે જો ગાન અક્ષરોના.
રાત્રિની છાતી ચીરી ઉલેચ્યા અંધાર,
આજે અજવાળા થયા છે મે'માન અક્ષરોના.
આ ગઝલો મારી ગીતા થઈ ગઈ છે દોસ્તો,
આવી બેઠા છે એમાં શ્રી ક્હાન અક્ષરોના....
શૈલેષ પંડ્યા... Nishesh
શુભ સાવર.......... શૈલેષ પંડ્યા.. જામનગર
No comments:
Post a Comment